જૂનાગઢ: શહેરના બિસ્માર રસ્તા ને લઇ કોંગ્રેસના સહી ઝુંબેશનો આજે અંતિમ દિવસ, આવતીકાલે કમિશનરને પાઠવવામાં આવશે આવેદનપત્ર
જુનાગઢ શહેરના ધૂળિયા અને બિમાર રસ્તા ના કારણે કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી ચાર દિવસની સહી ઝુંબેશ માં 20,000 સહી એકત્રિત કરવા નું લક્ષ્યાંક ધારણ કર્યું હતું અને આજે અંતિમ દિવસ નિમિત્તે 19,000 થી વધુ સહી એકત્રિત કરવામાં આવી આવતીકાલે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવશે