સુરત શહેરની ઉધના પોલીસે ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા અને લાંબા સમયથી ફરાર આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે. આ આરોપી ડુપ્લીકેટ ચલણી નોટો બનાવવાના કેસમાં પોલીસ પકડથી ભાગી રહ્યો હતો.આરોપીઓ દ્વારા ભારતીય ચલણની બનાવટી રૂપિયા 100 ની નોટો છાપવામાં આવી હતી.રૂપિયા100 ના દરની કુલ ૨૫૯ નકલી નોટો કબ્જે કરી હતી. આ નકલી નોટો બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલી સામગ્રી સહિત કુલ રૂપિયા ૪૬,૪૦૦ ની મત્તાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો