હિંમતનગર: કમોસમી વરસાદની આગાહી: હિંમતનગર APMC યાર્ડમાં બે દિવસ માટે ઉપજની ખરીદી બંધ
સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન ન થાય તે માટે હિંમતનગર APMC અને કોટન માર્કેટ યાર્ડમાં ખેતપેદાશોની હરાજીનું કામકાજ તા. ૦૧/૧૧/૨૦૨૫ (શનિવાર) અને તા. ૦૨/૧૧/૨૦૨૫ (રવિવાર) સુધી બંધ રાખવામાં આવ્યું છે. ખેડૂતોને આ બે દિવસ દરમિયાન માલ વેચાણ માટે ન લાવવા વિનંતી કરાઈ છે. જો સોમવાર (૦૩/૧૧/૨૦૨૫) ના રોજ પણ વરસાદી માહોલ રહે તો તે દિવસે પણ માલ ન લાવવા APMC દ્વારા