કાતરવા ગામના ઠાકોર સમાજ અગ્રણીઓ અને ગામના યુવાનો દ્વારા તારીખ ૫/૧૨/૨૦૨૫ ને શુક્રવાર ના રોજ આર્મી મેન જબરસિંહ ઠાકોર બેંગ્લોર સાત મહિના ટ્રેનીંગ પુરી કરી ને આવતા ભવ્ય સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આર્મી મેન જબરસિહ ઠાકોર આજે કાતરવા ગામે આવી પહોચતા પહેલા ચામુંડા કુળદેવી ના ચરણોમાં શીશ નમાવી ને બે હાથ જોડીને પ્રાર્થના કરવામાં આવી હતી ગામમાંથી તેમના ફાર્મ હાઉસ સુધી બાઈક રેલી નીકાળવામાં આવી હતી ત્યાર બાદ સન્માન કરાયુ હતું