જાફરાબાદ: ખેડૂતોને રાહત, પણ સાગરખેડૂતો સાથે અન્યાય? — જાફરાબાદના માછીમારોમાં રાજ્ય સરકાર વિરુદ્ધ રોષની લહેર
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાન બાદ રાજ્ય સરકારે ₹10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે.પરંતુ આ પેકેજમાં માછીમારોને બાકાત રાખવામાં આવતા જાફરાબાદ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં રોષ ફાટી નીકળ્યો છે.જાફરાબાદ બંદર પર મોટી સંખ્યામાં વસતા માછીમારોનું કહેવું છે કે વરસાદથી તેમની સૂકવેલી માછલીઓમાં જીવાત પડી ગઈ અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.સાગરખેડૂતોએ ખેડૂતોની જેમ જ સરકાર સમક્ષ રાહત પેકેજની માગણી કરી છે.