સામાજિક જવાબદારીના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ ભરૂચ અને આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સી.એસ.આર અંતર્ગત વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે સાત શાળાના 4 હજાર બાળકોને કપડાં વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે બાળકોને કપડાં આપવામાં આવ્યા હતા.