વિજાપુર: વિજાપુર લાડોલ રોડ ઉપર અલ્ટો ગાડી ના ચાલકે બાઇક ચાલક ને ટક્કર મારી ઈજાઓ કરતા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ
વિજાપુર લાડોલ રોડ ઉપર બહુચર માતાના મંદિર પાસે થી બાઇક ઉપર અમદાવાદ નોકરી જતા દિગ્વિજય સિંહ રાઠોડ ને અલ્ટો ગાડીના ચાલકે ટક્કર મારી ઈજાઓ કરતા ખાનગી દવાખાને સારવાર બાદ દિગ્વિજય સિંહ રાઠોડે પોલીસ મથકે નાસી જનાર અલ્ટો ના ચાલક સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આજરોજ બુધવારે સાંજે પાંચ કલાકે અલ્ટો ગાડીના ચાલક સામે ફરીયાદ નોધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.