સુરેન્દ્રનગર માં રહેતા ધવલભાઈ જયેશભાઈ શેઠ ધ્રાંગધ્રા થી રોકડ રકમ રૂપિયા 1.70 લાખ એક બેગમાં લઈ બાઇક પર આવી રહ્યા હતા તે દરમિયાન કટુડા નજીક પાછળ થી બાઇક માં આવેલા 3 ઈસમોએ ધવલભાઈ પાસેથી રોકડ રકમ ભરેલ બેગની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ મામલે ધવલભાઈએ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.