વડોદરા દક્ષિણ: નશા ની હાલત માં જાહેર માં બુમ બરાડા કરતા ઈસમ ને પોલિસ એ હોરીઝોન કોમ્પ્લેક્ષ પાસે થી ઝડપાયો
ગત રોજ મોડી રાત્રીના આશરે અગિયારેક વાગ્યાના સુમારે એક ઇસમ સ્પંદન સર્કલથી જુના મકરપુરા પોલીસ સ્ટેશન તરફ જતા હોરીઝોન કોમ્પલેક્ષ પાસે જાહેર રોડ ઉપર એક ઇસમ નશાની હાલતમાં અન્ય લોકોને ત્રાસ થાય તે રીતે લવારી કરતો/બુમો પાડતો મળી આવેલ હોય તેવો વીડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયેલ હોય જે આધારે વિડીયોમાં દેખાતા નશામાં ચુર ઇસમને પોલિસ સ્ટેશન ખાતે લાવી તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.