વિજાપુર: વિજાપુર સ્મશાન પાસે ડંપિંગ સાઇટથી દુર્ગંધનો ત્રાસ, રહીશો માં રોષ ફાટી નીકળ્યો
<nis:link nis:type=tag nis:id=jansamasya nis:value=jansamasya nis:enabled=true nis:link/>
વિજાપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા સ્મશાન નજીક ઉભી કરાયેલ ડંપિંગ સાઇટ છેલ્લા કેટલાક સમયથી રહીશો માટે માથાનો દુખાવો બની ગઈ છે. કચરો, ગંદકી અને મરેલા ઢોર અહીં નાખવામાં આવતા આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે ગોગા મહારાજ મંદિર વિસ્તાર, ભાટીયાવાસ સહિતના રહીશો ત્રાહિમામ પોકારી રહ્યા છે.આ બાબતે સ્થાનીક રહીશોના સ્વસ્થ્ય માટે આમ આદમી પાર્ટીએ મુદ્દાને આજરોજ રવિવારે સાંજે 5 કલાકે ઊંચો ઉઠાવ્યો છે.