દાહોદ જિલ્લામાંથી એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સરજુમી જંગલ વિસ્તારમાં સંરક્ષિત માદા દીપડાની નિર્મમ રીતે હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. આ ઘટનાએ વન્યજીવ સંરક્ષણ વ્યવસ્થાને પડકાર આપ્યો છે અને સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, અજાણ્યા શખ્સોએ દીપડાની હત્યા કર્યા બાદ તેના કિંમતી અવયવોની ચોરી કરી હતી. આરોપીઓએ દીપડાના આગલા પગના કુલ આઠ નખ તેમજ મૂછના વાળ કાપી લીધા હોવાનું વન વિભાગની તપાસમાં સામે આવ્યુ.