વાલિયા તાલુકાના ધોળગામની પ્રાથમિક શાળા ખાતે શિક્ષક દંપતી દ્વારા વિદ્યાર્થીઓને સ્વેટર આપવામાં આવ્યા હતા. વાલિયા તાલુકાના શિક્ષક દંપતી કાલિદાસ રોહિત અને જશુબેન ગોહિલ દ્વારા વાલિયા તાલુકાના ધોળગામની પ્રાથમિક શાળા ખાતે ધોરણ-1થી 5ના તમામ વિદ્યાર્થીઓને સ્વેટર આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં આચાર્ય મહેશકુમાર જીતાલિયા,શિક્ષક જીતેન્દ્રભાઈ તેમજ એસ.એમ.સી.સભ્ય અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.