પોરબંદરમાં "સ્વચ્છતા હી સેવા-૨૦૨૫" અભિયાનની ઉજવણીનો શુભારંભ, એસ .ટી બસ સ્ટેન્ડ ખાતે સાફ સફાઈ કરાઈ
Porabandar City, Porbandar | Sep 17, 2025
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 75 મી વર્ષગાંઠના દિવસ એટલે કે તા.17 સપ્ટેમ્બર, 2025 થી તા. 31 ઓક્ટોબર, 2025 સુધી “સ્વચ્છતા હી સેવા-2025” પખવાડિયાની કામગીરી શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત પોરબંદર શહેર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતેથી સફાઈ ઝુંબેશનો શુભારંભ કરવામાં આવ્યો હતો. અને સાફ સફાઈ કરવામાં આવી હતી.