રાજકોટ પૂર્વ: રાજકોટ પશ્ચિમ: આજીડેમ પાસે આવેલ ભંગારના કારખાનામાં ભીષણ આગ,કારખાનાના માલિકને ભારે નુકસાન,ફાયર ટીમ ઘટનાસ્થળે, સદનસીબે જાનહાનિ ટળી
આજે સાંજે 6:00 વાગ્યાની આસપાસ શહેરના આજીડેમ પાસે આવેલ ભંગારના એક કારખાનામાં કોઈ કારણોસર ભીષણ આગ લાગી હતી. આગને પગલે કારખાનામાં રહેલ મોટાભાગની વસ્તુઓ બળીને રાખ થઈ ગઇ હતી. જેને લઈને કારખાનાના માલિકને ભારે નુકસાન થવા પામ્યું હતું. ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં જાનહાનિ ટળી હતી