લીંબડી: સમલા ગામની મહિલાને વિશ્વાસમાં લઇ સોનાના દાગીના નવા જેવા કરી આપવાની લાલચ આપી દાગીના રોકડ રકમ ની ચોરી થી ચકચાર મચી
લીંબડી તાલુકાના સમલા ગામની મહિલા હેતલબેન શિહોરા એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ એમના પતિ અને ઘરના લોકો સાથે ગત તા. 20 ઓક્ટોબર ના લીંબડી દિવાળીનો તહેવાર હોય ખરીદી કરવા આવ્યા હતા ત્યારે બે અજાણ્યા વ્યક્તિઓએ વિશ્વાસ માં લઇ સોના ના દાગીના નવા જેવા કરી આપવાની લાલચ આપી દાગીના અને રોકડ રકમ કઢાવી બજાર મા ભીડનો લાભ લઈ ભાગી છુટ્યા હતા જે આજ સુધી કોઈ પતો ન લાગતા 22 નવેમ્બર સવારે 11 કલાકે લીંબડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છ