ગોધરા ની શ્રી શરદ શાહ શૈક્ષણિક સંકુલ ખાતે ખો-ખો રમત સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાની ફાઇનલ મેચમાં ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. શ્રી શરદ શાહ શૈક્ષણિક સંકુલના મેદાન પર રમાયેલી આ ખો-ખો સ્પર્ધામાં અનેક ટીમોએ ભાગ લીધો હતો, પરંતુ ફાઇનલની ટક્કર ખૂબ જ રોમાંચક રહી હતી. આ નિર્ણાયક મેચમાં બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટની ટીમે પોતાની ચપળતા અને શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરી શાનદાર વિજય મેળવ્યો છે. મેચ દરમિયાન બંને ટીમો વચ્ચે રસાકસી જોવા મળી હતી, પરંતુ અંતે બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટના ખેલાડીઓએ મેદાન મારી લીધું હતું. જીતની જાહેરાત થતાની સાથે જ સંકુલનું મેદાન હર્ષોલ્લાસથી ગુંજી ઉઠ્યું હતું. બાળકોમાં અનેરો ઉત્સાહ અને વિજયનો આનંદ જોવા મળ્યો હતો.