પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પઢીયાર ગામમાં ‘નલ સે જલ’ યોજના છતાં પીવાના પાણીની ગંભીર સમસ્યા યથાવત છે. ગામના મુખ્ય વિસ્તારમાં નળ દ્વારા પાણી ન મળતાં મહિલાઓને પીવા અને પશુપાલન માટે હેડ પંપ પર આધાર રાખવો પડે છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ હેડ પંપમાં જરૂરી ઊંડાઈએ બોરિંગ ન કરાતા કાટવાળું અને ડહોળું પાણી મળી રહ્યું છે, જે પીવાલાયક નથી. વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ ઉકેલ ન આવતા અંતે રોષે ભરાયેલી મહિલાઓએ હેડ પંપ પાસે માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હત