રાપર: હવામાન વિભાગની આગાહીના પગલે રાપર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા..
Rapar, Kutch | Oct 27, 2025 હવામાન વિભાગની આગાહીના પગલે વાગડ પંથકમાં વરસાદ વરસ્યો હતો.અરબ સાગરમાં સર્જાયેલા અપર લો પ્રેશરને સર્જાયું છે.આ આગાહી મુજબ, આજે સવારથી રાપરમાં કમોસમી વરસાદી માહોલ જોવા મળ્યો હતો.વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની સંભાવના વર્તાઈ રહી હતી. રાપર શહેરમાં વરસાદના જોરદાર ઝાપટા વરસ્યા હતા. રાપર તાલુકાના વિવિધ ગામોમાં પણ વરસાદ નોંધાયો હતો.