રાષ્ટ્રીય નિર્માણ પાર્ટી ના સચિવ નિલેશ ભાઈ ચાવડા એ તા 16 ડિસેમ્બર સાંજે 7:30 કલાકે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે લીંબડી ઓવરબ્રીજ નીચે અંધારપટ હટાવી તંત્ર એ અંજવાળા પાથર્યા જેથી હવે અસામાજિક પ્રવૃતિઓ અને અકસ્માતો નુ પ્રમાણ અટકશે. પરંતુ રોડની બંને સાઇડ હજુ સર્વિસ રોડ ખખડધજ અને બિસ્માર હાલતમાં છે. આ સર્વિસ રોડ પર ખાડા ગાબડાઓ પુરી તેનુ પેવરકામ કરી લાઈટો નાખવા ની કામગીરી કરવા માગણી કરવામાં આવી જે લેખિત રજૂઆત કરવામાં આવી છે.