મહેમદાવાદ: શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે ધારાસભ્યશ્રી તૅમજ અનેક મહાનુભાવોની ઉપસ્થિતીમાં સ્પર્ધાત્મક પરીક્ષાનો ભવ્ય સેમિનાર યોજાયો
શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે આદિત્યઃ ટ્રસ્ટ અને ક્ષત્રિય સમાજ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભવ્ય સ્પર્ધાત્મક પરીક્ષા સેમિનાર કાર્યક્રમ યોજાયો.મુખ્ય મંચસ્થ અતિથિ એવા ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ તૅમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય સમાજના યુવાનોને પ્રેરણા, માર્ગદર્શન, આત્મવિશ્વાસ, ભવિષ્યની તકો અને મોટિવેશન ગાઇડલાઇન મળી રહે તે માટે આ કર્યક્રમ થકી પ્રેરણા આપવામાં આવી હતી. લગભગ 300 ઉપર વિદ્યાર્થીઓની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો હતો.