ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં યુવાનની ગતમોડી રાત્રીના હત્યાં કરાઈ હતી. યુવાન પાસે સમાન્ય સ્કૂટર માંગવા જેવી બાબતે માથાકૂટ કરી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હતો. જેમાં ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું જે બનાવ મામલે પોલીસ હત્યાંનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવ મામલે DYSP એ પ્રતિક્રિયા આપી હતી.