મહુવા: ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન, મહુવામાં રેલી યોજાઈ
મહુવા તાલુકા અને શહેર આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને ખોટા કેસોમાં ફસાવી સાત વર્ષની સજા ફટકારવામાં આવી હોવાનો આક્ષેપ કરતાં તેમના સમર્થનમાં રેલી અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન કાર્યકરોએ સરકારની નીતિઓ સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે, ચૈતરભાઈ વસાવાને રાજકીય દ્વેષભાવના હેઠળ ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા છે અને તેમને ન્યાય મળવો જોઈએ તેવી માં