રાપર: રાપર તાલુકામાં ૭૭માં પ્રજાસત્તાક પર્વની, ઉજવણી કરાઇ, ઉમિયા ગામે મામલતદારશ્રીનાં હસ્તે તિરંગો લહેરાવાયો
રાપર તાલુકાની ઉમિયા ગામે સરકાર માધ્યમિક શાળા ગ્રાઉન્ડ મધ્યે ૭૭માં પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.રાપર મામલતદારના હસ્તે આન-બાન-શાન સાથે તિરંગો લહેરાવાયો હતો.રાપર ન્યાય કોર્ટ,ગાગોદર,રાપર આડેસર અને બાલાસર પોલીસ મથકો અને નગરપાલિકા રાપર મધ્યે પણ પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી