ખેડબ્રહ્મા: શહેરના વાસણા રોડ પરની જલારામ સોસાયટી નજીક રહેતો પરિવાર પ્રસંગમાં ગયો ને તસ્કરોએ મકાનમાં પ્રવેશી 5.50 લાખની ચોરી કરી..!
વાસણા રોડ પર ની જલારામ સોસાયટી ના એક મકાનમાં રહેતો પરિવાર કે જે ૨૦ મે ના રોજ પ્રસંગમાં બહાર ગયો હતો ત્યારે રાત્રીના અંદાજીત 2 વાગ્યા ની આસપાસ તસ્કરો એ મકાનમાં પ્રવેશી સોના-ચાંદીના દાગીના સહિત રોકડની ચોરી કરી કુલ 5.50 લાખ ની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ત્યારે મકાન માલિકે ખેડબ્રહ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ત્યારે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી.