ગોધરા: BRGF ખાતે રેન્જ IG ની અધ્યક્ષતામાં મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજનો ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો
ગોધરાના બી.આર.જી.એફ. ભવન ખાતે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા 8મો વાર્ષિક ઈનામ વિતરણ અને સર્વધર્મ સદભાવના સમારોહનું આયોજન કરવામાં આવ્યું. સૈયદ કાદીર પીરઝાદાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત કુરાનની તિલાવતથી થઈ.કાર્યક્રમમાં ગોધરા રેન્જ આઈ.જી. આર.વી. અસારી, પંચમહાલ જિલ્લા પોલીસ અધીક્ષક ડૉ. હરેશ દુધાત, નગરપાલિકા પ્રમુખ જયેશ ચૌહાણ અને GPCC ચેરમેન વજીર ખાન પઠાણ સહિત હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.