પાટડીમાં ઉતરાયણ પર્વ નિમિત્તે બજરંગદળ અને મહાકાલ ગ્રુપ દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર માટે 'કરુણા અભિયાન' અંતર્ગત પ્રાથમિક સારવાર કેન્દ્ર શરૂ કરાયું છે. આ સેવાભાવી પ્રવૃત્તિ દ્વારા અત્યાર સુધીમાં 8 ઘાયલ પક્ષીઓને બચાવવામાં આવ્યા છે, જેમાં 60 ફૂટ ઊંચા ટાવર પરથી એક કબૂતરનું રેસ્ક્યુ પણ સામેલ છે ત્યારે મહાકાલ ગ્રૂપ દ્વારા જાહેર કરાયું હતું કે એક કિલો દોરીની ગૂંચ આપનારને રોકડ 200 રૂ પ્રોત્સાહન રકમ મળશે....