શહેરા: ગમન બારીઆના મુવાડાના આશા વર્કર વીણાબેન ખાંટે આશાવર્કર બહેનો પાસે કરાવાતી કામગીરીની માહિતી આપી ફિક્સ પગારની માંગ કરી
શહેરા તાલુકાના ગમન બારીઆના મુવાડાના આશા વર્કર વીણાબેન ખાંટે સરકારનો ધન્યવાદ કહી અમને આંખોના ડોક્ટર બનાવી દીધા, મોબાઈલમાં ડેટા એન્ટ્રીથી કામગીરી સોંપી દીધી જે અમને આવડતી નથી.અત્યારે રિચાર્જ પણ મોંઘુ થઈ ગયું.જોકે અમને ૩ હજારથી વધુ પગાર મળતો ન હોય તો અમારે કેવી રીતે કામગીરી કરવી. સગર્ભા બહેનોને પ્રસુતિ સમયે અડધી રાતે પણ અમારે ઘર પરિવાર છોડીને જવું પડે છે તેમ છતાં અમને યોગ્ય મહેનતાણું મળતું નથી.જેથી અમને ફિક્સ પગાર કરવામાં આવે તેવી માંગ કરી હતી.