અબડાસા તાલુકાના નિલયામાં સૂર્યવંશી એપાર્ટમેન્ટની સામે રાખેલી બાઈક ચોરાઈ હતી. મૂળ બનાસકાંઠાના હાલે નલિયામાં રહેતા ધનાવાડા ગ્રામ સેવક શંકરભાઈ નાનજીભાઈ ચૌધરીના જણાવ્યા પ્રમાણે કોઈ ચોર ઈસમે તેમની જીજે ૦૮ ડીએફ ૬૦૮૬ નંબરની ૯૦ હજારની એફઝેડ બાઈકની ચોરી કરી હતી. નલિયા પોલીસે ગુનો દાખલ કર્યો છે.