પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારની સૂચનાના આધારે અંજાર પોલીસ સ્ટેશનના શરીર સંબંધી ગુનાના કામે છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ત્રિલોકસિંગ કિશોરસિંગ રાવત (મૂળ રહે. રાજસ્થાન) ને ઝડપી પાડવામાં આવ્યો છે. હ્યુમન સોર્સથી મળેલી બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે આરોપી ત્રિલોકસિંગ રાવત હાલમાં મોરબી જિલ્લા ખાતે ટ્રક ડ્રાઇવિંગ કરી રહ્યો છે.અંજાર પીઆઇ એ.આર.ગોહીલની સૂચનાથી પોલીસ ટીમે મોરબી જઈને આરોપીને પકડી પાડી, તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.