ધરમપુર: વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સ્વચ્છતા જાગૃતિ માટે વિવિધ સર્જનાત્મક કાર્યશાળા યોજાઈ
ગુરૂવારના 4 કલાકે માહિતી વિભાગ વલસાડ એ આપેલી વિગત મુજબ વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર દ્વારા સ્પેશિયલ કેમ્પેઈન 5.0 અંતર્ગત સ્વચ્છતા જાગૃતિ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપતા વિવિધ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યશાળાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફમાં સ્વચ્છતા, ટકાઉ જીવનશૈલી અને રિસાયક્લિંગની સંકલ્પના પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.