મહુવા જુના પ્લોટ વિસ્તારમાં મારામારીમાં ઇજા પામતા મહિલાનું મોત નીપજતા સર ટી હોસ્પિટલ ખાતે PM માં ખસેડાયા
Bhavnagar City, Bhavnagar | Sep 16, 2025
ભાવનગર જિલ્લાના મહુવા ખાતે મારામારીની ઘટનામાં ઇજા પામેલા મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જે બનાવા અંગે મળતી માહિતી અનુસાર મહુવાના જનતા પ્લોટ વિસ્તારમાં બે દિવસ પૂર્વે મારામારીની ઘટના બની હતી. જે મારામારીની ઘટનામાં મહિલાને ઈજા પહોંચે હતી. જેઓને સારવાર માટે ભાવનગર ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થતાં પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી