આજે તારીખ 11/01/2026 રવિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં ઝાલોદ તાલુકાના હડમતખુટા ગામે ભારત આદિવાસી પાર્ટી (BAP)ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.આ બેઠક દરમિયાન ગામના 80થી વધુ આદિવાસી યુવાનો અને ગ્રામજનોએ પાર્ટીની વિચારધારામાં વિશ્વાસ વ્યક્ત કરી સ્વેચ્છાએ ભારત આદિવાસી પાર્ટીની સભ્યતા સ્વીકારી હતી.