પલસાણા: એક પરપ્રાંતિય ઈસમ પલસાણા પોલીસ મથકના વાયરલેસ ટાવર ઉપર ચઢી જતા ત્રણ કલાકની ભારે જહેમતે ફાયરની ટીમે નીચે ઉતાર્યો
Palsana, Surat | Sep 19, 2025 પલસાણા પોલીસ મથક કમ્પાઉન્ડમાં આવેલો VHF વાયરલેસ ટાવર ઉપર 60 ફૂટથી વધુ ઊંચાઈએ એક 32 વર્ષીય ભરત દશરથ પાંડે, પરપ્રાંતીય ઇસમ ચઢી ગયો હતો જેની જાણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ભગવાનભાઈ ડી. ઝીલેરિયાને થતા સમય સૂચકતા વાપરી નીચે ઉતારવાના પ્રયત્નો શરૂ કર્યા પરંતુ કઈ પરિણામ નહી આવતા તાત્કાલિક મોટી ક્રેન બોલાવી અને સાથે બારડોલી ફાયરને જાણ કરતા બારડોલી ફાયરનો કાફલો પલસાણા પોલીસ મથકે દોડી આવી ત્રણ કલાકની જહેનતે નીચે ઉતાર્યો હતો