મહેમદાવાદ: પંડ્યાપોળ ચકલા ખાતે નવ દિવસીય  રામલીલા કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્ય મંચસ્થ અતિથીરૂપે ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા
પંડ્યાપોળચકલા ખાતે નવ દિવસીય રામલીલા કાર્યક્રમ યોજાયો. જેમાં મુખ્ય મંચસ્થ અતિથિરૂપે ધારાસભ્યશ્રી એવા અર્જુનસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા.તેઓ દ્વારા આ આધુનિક યુગમાં રામલીલા, ભવાઈ જેવી સાંસ્કૃતિક કળાઓ જયારે વિસરતી જાય છે ત્યારે તેને જીવંત રાખવા જે નવદિવસીય કાર્યક્રમના આયોજન બદલ આયોજકો તૅમજ સુંદર વેશભૂષા સાથે રામલીલા ભજવનાર સૌ કલાકારોનો તહેદિલથી આભાર વ્યક્ત કર્યોં હતો.રોટરી ક્લબ,વાવીગ્રુપ,કેપી ગ્રુપ,આરાધના બચત મંડળી  જેવા અનેકો ઉપસ્થિત રહ્યા હતા.