ભચાઉ તાલુકાના જુના કકરવા ગામ નજીક એક મહાકાય ગોડાઉનમાં અગમ્ય કારણોસર મોડી રાત્રે વિકરાળ આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઘાસચારા સહિત અનેક ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ હતી. ત્યારે ભચાઉ ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને 12 કલાક બાદ આગમાં સંપૂર્ણ કાબૂ મેળવ્યું હતું