તા. 27/11/2025 ના રોજ બપોરે 12 વાગે જિલ્લા રમત વિકાસ અધિકારી આયોજિત ખેલ મહાકુંભ - 2025 માં જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી સી. વી. મિસ્ત્રી સરસ્વતી કન્યા વિદ્યા મંદિર જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ જિલ્લા કક્ષાએ અંડર - 17 કબડ્ડી બહેનોની ટીમ એ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવેલ છે. જેમને સંસ્થાના હોદ્દેદાર સહિતનાઓએ બિરદાવ્યા હતા.