વાવ - થરાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરની ગરિમામય ઉપસ્થિતિમાં ઢીમા ખાતે ૬૬ કેવી ઢીમા, રાણપુર (આ.વાસ) તથા ભડથ સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા વાવ થરાદ જિલ્લાના ઢીમા, રાણપુર (આ.વાસ) તથા ભડથ ખાતે રૂ. ૩૦ કરોડના ખર્ચે નિર્મિત ૬૬ કેવી સબ સ્ટેશન ઊભું કરાયું છે. આ સબ સ્ટેશન થકી આ વિસ્તારના ૧૬થી વધુ ગામડાઓને અવિરત વીજળી પુરવઠો મળી રહેશે.