સાણંદ: અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેસ એજન્સીના કર્મચારી પર જીવલેણ હુમલો કરી લૂંટ કરનાર ઝડપાયા
અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેસ એજન્સીના કર્મચારી પર જીવલેણ હુમલો કરી સોનાની ચેઇન લૂંટનાર પાંચ આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ 2 જુલાઈએ સાંજે વાંચ ગામ નજીક ગેસ એજન્સીના કર્મચારી બુધારામ બિશ્નોઈ પર હુમલો કરી અંદાજે અઢી તોલાની સોનાની ચેઇન લૂંટી લેવામાં આવી હતી. વિવેકાનંદનગર પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કિરણ ઉર્ફે કૃણાલ દેવીપૂજક, રામસિંહ ઉર્ફે બકો ઠાકોર, અ