સાવરકુંડલા: પ્રકાશ પર્વે સજ્જ સાવરકુંડલા : ધારાસભ્ય ઉપલોડ કરેલ શહેરના શણગારનો વીડિયોએ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ
દિવાળીના પાવન પર્વને આવકારવા માટે સાવરકુંડલા શહેરે રંગબેરંગી લાઇટિંગ અને શણગાર સાથે ઝળહળતું રૂપ ધારણ કર્યું છે. સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં શહેરનો આકર્ષક શણગાર દર્શાવતો વીડિયો હતો.