હાલોલના શિવરાજપુર નજીક આવેલા વેડ ગામના રહેવાસી રતનભાઈ રાઠવાએ તા.14 જાન્યુઆરી બુધવારના રોજ પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર મકાઈમા નાખવાની દવા પી લેતા તેઓને અસ્વસ્થતા અનુભવાઈ હતી, અને તેઓની તબિયત લથડી હતી.બનાવની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. હોસ્પિટલમાં જરૂરી સારવાર કરાઈ હતી. હાલમાં તબીબોના જણાવ્યા મુજબ તેમની હાલત સ્થિર હોવાનુ જાણવા મળ્યુ હતુ