ભરૂચ: બસ ડેપો ખાતે ST ના સ્ટાફ માટે આંખ ચકાસણી તેમજ મફત ચશ્મા વિતરણ શિબિર યોજાઈ
ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે ગ્રીન એન્વાયરમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ અને ઇન્ડોરામા વેન્ચર oxide અંકલેશ્વર પ્રાઇવેટ લિમિટેડ ના સહયોગથી "ક્લિયર વિઝન સેફ રોડ" અંતર્ગત એસટીના ડ્રાઇવર, કંડકટર, મિકેનિક સ્ટાફ તેમજ વહીવટી સ્ટાફના આંખોની નંબર ચકાસણી તેમજ જરૂરિયાત જણાય ફ્રી ચશ્મા વિતરણ નો કેમ્પ રાખવામાં આવેલ હતો.