મહુવા: “3200 મતદાર હોવા છતાં ઉમણીયાવદરમાં એકપણ મત નહીં”
મહુવા ભાવનગર જિલ્લાના ભાદરોડ જિલ્લા પંચાયત હેઠળ આવેલ ઉમણીયાવદર ગામમાં આજે ચૂંટણી દરમિયાન મતદારો દ્વારા બહિષ્કારનો રસ્તો અપનાવવામાં આવ્યો છે. નેશનલ હાઇવે પર યોગ્ય કટની માંગ સાથે ગ્રામજનોએ “કટ નહીં તો મત નહીં” ના નારા સાથે આંદોલન કર્યું હતું. અંદાજે 3200 જેટલા મતદારો ધરાવતા આ ગામમાં હાલ સુધી કોઈપણ મતદાર મતદાન મથકે પહોંચ્યો નથી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્