Operation Mule Hunt,મની મ્યુલ એકાઉન્ટથી સાયબર ફ્રોડનો ખતરો, અમરેલી જિલ્લા પોલીસની જનતાને તાત્કાલિક ચેતવણી
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા “ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત મની મ્યુલ એકાઉન્ટના માધ્યમથી થતા સાયબર ફ્રોડ સામે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. અજાણ્યા વ્યક્તિના કહેવાથી પોતાનું બેંક એકાઉન્ટ, એટીએમ, ચેકબુક કે ઓટીપી શેર કરવાથી ગંભીર કાનૂની મુશ્કેલી ઊભી થઈ શકે છે. સાયબર ફ્રોડનો ભોગ બન્યાના કિસ્સામાં તાત્કાલિક ૧૯૩૦ પર સંપર્ક કરવા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.