પાલીતાણા શહેરમાં થોડા દિવસો પહેલા સગીરા ઘરેથી ગુમ થયા બાદ અપહરણનો મામલો નોંધાયો હતો, જેમાં તપાસ દરમિયાન એક મહિલાએ તેને બુરખો પહેરાવી ફરાર કર્યાનું સામે આવ્યું. આગળની તપાસમાં સગીરા પર અલગ–અલગ સમયે દુષ્કર્મ કરાયેલ હોવું પણ ખુલ્યું.પાલીતાણા પોલીસની ટીમે ઝડપી કાર્યવાહી કરતા આજે તા.25 નવેમ્બર 25 ના રોજ સાંજના એક મહિલા સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે શૈલેષ મકવાણા નામનો એક આરોપી હજી ફરાર છે.