મહુવા: મહુવામાં 40થી વધુ કલાત્મક તાજીયાઓ સાથે ભવ્ય માતમી જુલુસ, હિન્દુ-મુસ્લિમ એકતાના દ્રશ્યો જોવા મળ્યા
મહુવા શહેરમાં મોહર્રમ પર્વ નિમિત્તે કરબલાના શહીદોની યાદમાં ભવ્ય માતમી જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરમાં 40થી વધુ નાના-મોટા કલાત્મક તાજીયાઓ તૈયાર કરવામાં આવ્યા હતા, જે અવનવી ડિઝાઇન અને રંગબેરંગી લાઈટોના ડેકોરેશનથી શણગારવામાં આવ્યા હતા. 10મી મોહર્રમના પવિત્ર દિવસે કરબલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મોટી સંખ્યામાં મોમિનીન, અઝાદારો, બુઝુર્ગો, માતાઓ-બહેનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. કરબલાની શહાદતની યાદને જીવંત રાખવા માટ