સુરત ક્રાઈમ બ્રાન્ચે જહાંગીરપુરા અને વેડ રોડ વિસ્તારમાંથી અંજલી મિશ્રા અને લક્ષ્મી સોનવણે નામની બે મહિલા આરોપીઓની ધરપકડ કરી હતી. મહારાષ્ટ્રના ઓરંગાબાદ ખાતે આવેલા શંભાજીનગર ખાતેથી દસ દિવસની નવજાત બાળકીને બંને મહિલાઓ ચોરી કરી સુરત લઈ આવી હતી. જે નવજાત બાળકીને બે થી ત્રણ લાખમાં વેચવા માટે અલગ-અલગ લોકોનો સંપર્ક કરી રહી હતી. જોકે બાળકી ને વેચી મારે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.