દસાડા: દસાડા તાલુકામાં લોક સમશયાઓને લઈને આમ આદમી આવી છે મેદાને : બજાણા સવલાસ વચ્ચે રોડ રિપેર કરવા માંગ
દસાડા તાલુકામાં લોકોને પડતી સમશયાઓને લઈને આમ આદમી પાર્ટી આવી છે મેદાને ત્યારે બજાણા અને સવલાસ ગામ પાસે આવેલ રોડની બિસ્માર હાલતને લઈને દસાડા તાલુકા આમ આદમી પાર્ટીના વિધાનસભા સહ પ્રભારી દિનેશભાઇ એ જણાવ્યું હતું કે આ રોડ વારંવાર રિપેરિંગ કરવામાં આવ્યો હોય પરંતુ વારંવાર તૂટી જવા પામતો હોય જેને લઈને મોટા અકસ્માત થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે ત્યારે આ જગ્યાએ આગાઉ પણ એક બાઇક અકસ્માત થઈ ચૂક્યો હોય આ રોડનું તત્કાલ સમારકામ કરાઈ તેવી માંગ ઉઠી હતી.