ગોધરા: પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં જિલ્લા ક્લેક્ટર અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા
ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સેફ પંચમહાલ ફાઉન્ડેશન અને પંચમહાલ જિલ્લા પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે ભવ્ય "નવરાત્રી મહોત્સવ"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત, ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી, અને ગોધરા નગરપાલિકાના પ્રમુખ જયેશભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આરતીના કાર્યક્રમમાં સૌ મહાનુભાવોએ ધાર્મિક ભાવના સાથે ભાગ લીધો હતો.