દિયોદર: રવેલ જુના ગામ લોકો દ્વારા આગેવાનો સાથે મળીને દિયોદર પોલીસ સ્ટેશને પી આઇ ને ગામમાં દારૂ બંધ કરાવવા રજૂઆત કરી
રવેલ જુના પંચાયત બોડી ભેગા મળીને ગામ લોકો દ્વારા તમામ આગેવાનો સાથે મળીને દિયોદર પોલીસ સ્ટેશને પી આઇ ને રજૂઆત કરી દારૂ ના હડા ધમ ધમી રહેતા તાત્કાલિક બંધ કરી અને તત્કાલીક કાર્યવાહી કરવા ગ્રામજનોએ માંગ કરી હતી અને લેખિતમા રવેલ જુના ગામે દારૂ બંધ કરવા અરજીઓ પણ આપી અને ગામમાં કોણ કોણ દારૂ વેચે છે તે બાબતે દિયોદર પીઆઈ ને રૂબરૂ નામો પણ આપ્યા હોવાનું ગામના સરપંચે મીડિયામાં જણાવ્યું હતું અને ગામમાં તત્કાલિક દારૂ બન્ધ કરાવવા રજૂઆતો કરાઈ હતી