તળાજા: તળાજામાં પાણીની પાઇપલાઇન તૂટતા પાલિકા અને માર્ગ-મકાન વિભાગ આમને-સામને, 20 હજાર લોકોને પાણી પુરવઠા પર અસર
ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં પાલિકાની મુખ્ય પાણીની પાઇપલાઇન તૂટતા જાહેર રસ્તા પર તળાજા નગરપાલિકા અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. પાઇપલાઇન તૂટી જતાં શહેરના અંદાજે 20 હજાર લોકો સુધી સમયસર પીવાનું પાણી પહોંચાડવામાં મુશ્કેલી ઉભી થઈ છે. મળતી માહિતી મુજબ, તળાજા કોલેજ રોડથી તળાજી નદી પર નવા બનેલા પુલ પરથી નગરપાલિકા દ્વારા પાણીની પાઇપલાઇન પસાર કરવામાં આવી હતી. આ માર્ગ અને પુલ માર્ગ-મકાન વિભાગના હસ્તક હોવાથી આજે પાઇપલાઇન ત